KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના પાધર દેવી બસ સ્ટેન્ડ પાસે બે ઇકો સામ સામે ધડાકાભેર ટકરાતા છ લોકો ઇજાગ્રસ્ત
તારીખ ૦૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ગામના ઉમેશભાઈ રાવળ તેમના માતા આનંદીબેન ને લઈને શુક્રવારે હાલોલ ગયા હતા અને ત્યાંથી પરત મલાવ આવી રહ્યા હતા ત્યારે પાધર દેવી બસ સ્ટેન્ડ પાસેના વળાંકમાં રાત્રિના આઠ કલાકે એક સિલ્વર કલરની ઇકો કાર ચાલકે પોતાનું વહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી તેઓની ઇકો કારને ટક્કર મારતા કારચાલક ઉમેશભાઈ તથા તેની માતા આનંદીબેન ને માથામાં અને કપાળ પર ઈજાઓ થઈ હતી તેમજ કારને પણ નુકસાન થયું હતું અકસ્માત કરનાર ઇકો કાર ચાલકે પોતાની ગાડીને પણ નુકસાન કર્યું અને કારમાં બેઠેલા ચાર જેટલા વ્યક્તિઓને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા સમગ્ર બાબતે રવિન્દ્રકુમાર શાહ દ્વારા કાલોલ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.






