
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડાના વરિષ્ઠ પત્રકાર ને સમાજના જ એક વ્યક્તિએ ગંભીર ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ
ભિલોડાની રાઘવ સોસાયટી માં રહેતા જાણીતા પત્રકાર કૌશિકભાઈ પ્રવીણચંદ્ર સોની ને પોતાના જ સમાજના એક વ્યક્તિ દ્વારા ધમકી અપાઈ છે જેને લઇ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે મોડાસાના દેવરાજ મંદિર નજીક નિયાસી બંગલો માં રહેતા સોની જયેશકુમાર વાડીલાલે કૌશિકભાઈ સોની ને મોબાઈલ પર ટ્રસ્ટ માંથી નામ કેમ કાઢી નાખ્યું છે તેં બાબતે ઉગ્ર વાદ વિવાદ કરી ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે મારું નામ ટ્રસ્ટમાંથી નીકળ્યું હશે તો તને જીવતો નહિ રહેવા દઉં અને બૈરી છોકરા ને પણ ઉપાડી જઈશ તેમજ પરીવાર ને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે વધુમાં જયેશકુમાર સોની એ ઉપરોક્ત ધમકીઓ ની સાથે ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દેવા અને ક્યાય નો નહિ રહેવા દેવાનો પણ કૌશિકભાઈ સોની ને ધમકી આપી હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ કરાયો છે ભિલોડા પોલીસે જયેશકુમાર વાડીલાલ સોની સામે બી એન એસ કલમ 352,351(4) મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે




