DEVBHOOMI DWARKADWARKA

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકાના વિંઝલપરની મોડેલ સ્કૂલ ખાતે કિશોરી મેળા અંતર્ગત ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની ઉજવણી કરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

          મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ તથા આઇ.સી.ડી.એસ ખાતે પૂર્ણા યોજના કાર્યાન્વિત છે. આ યોજનાઓમાં દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી ભારત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત”ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તા. ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવશે.

         આજ રોજ  ‘કિશોરી મેળા’ અંતર્ગત  ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ની ઉજવણી મોડેલ સ્કૂલ, વિંઝલપર ખાતે કરવામાં આવી હતી. સક્ષમ દિકરી…. સશક્ત ગુજરાત….. પોતાની બદલો સોચ, બેટી નથી કોઈ બોજ, દિકરીઓને મદદની નહિ તકની જરૂર છે, તક જ બનાવશે તેમને મહાન તેવા સૂત્રો વિશે માહિતી આપવામાં આવી હતી.

         આ તકે  કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીશ્રી શક્તિસિંહ જાડેજા, સરપંચ, ઉપસરપંચ, પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ જિલ્લા પંચાયત, મહિલા અને બાળ અધિકારી કચેરી, સી.ડી.પી.ઓ કચેરી તથા અન્ય વિભાગો અને કચેરીના પ્રતિનિધી અધિકારીશ્રીઓ અને શાળા તથા ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!