શ્રીમતી એસ.આર.દવે કન્યા વિદ્યાલય શાળામાં ચૂંટણી યોજાઈ. વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ચુંટણીમાં ભાગ લીધો.
તારીખ ૨૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રીમતી એસ. આર. દવે કન્યા વિદ્યાલય શાળા માં ચૂંટણી યોજાઈ તમામ વિદ્યાર્થીની ઓમાં ઉત્સાહ અને આનંદ નો માહોલ જોવા મળ્યો આજના આ ટેકનોલોજીકલ યુગમાં આધુનિક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને શ્રીમતી એસ. આર. દવે કન્યા વિદ્યાલયમાં EVM મોબાઇલ એપ્લિકેશન ની મદદથી G.S.અને L .R.ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌવ પ્રથમ વિદ્યાર્થીની ઓ દ્વારા ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ જે રીતે ફોર્મ ની ચકાસણી કરવામાં આવે છે તેરીતે ફોર્મની ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ચૂંટણી ની પ્રક્રિયા મુજબ પોલીગ એજન્ટ તેમજ ચૂંટણી અધિકારી અને પોલીસ સ્ટાપ તરીકે શાળા ની વિદ્યાર્થીની ઓ દ્વારા રિયલ ચૂંટણી જેમ તમામ પ્રકારનો રોલ કરવામાં આવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીની ઓ દ્વારા પોતાના મનગમતા ઉમેદવાર ને મત આપવામાં આવ્યો હતો અને ટેક્નોલોજી ની મદદથી વિજેતા ઉમેદવાર ની તેમજ સમગ્ર ચૂંટણી નું રિઝલ્ટ પણ થોડી જ મિનિટો માં આપવામાં આવ્યું હતું જેમાં વિજેતા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર G.S.સોલંકી દીપીકા રંગીતભાઈ ધોરણ ૧૨ તેમજ L.R.રાઠવા દિવ્યા માવસિંગભાઈ ધોરણ ૧૧ ની બન્ને વિદ્યાર્થીની ઓ વિજય પ્રાપ્ત થતા તમામ વિદ્યાર્થીની ઓમાં ઉત્સાહ અને આનંદ નો માહોલ જોવા મળ્યો હતો જેથી તમામ વિદ્યાર્થીની ઓ દ્વારા શાળા કંપાઉન્ડ વોલમાં જીતેલ ઉમેદવાર ને ખભે ઉઠાવી લય વિજય નો જશન મનાવ્યો હતો સમગ્ર સ્ટાફ દ્વારા સ્માર્ટ બોર્ડ પર તમામ માહિતી આપી વોટિંગ કઇ રીતે કરવું .મોકપોલ થી માંડી બધી જ ચૂંટણી પ્રક્રિયા ને લઈ આ શાળા ની વિદ્યાર્થીની ઓને એ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું આચાર્યા હર્ષાબેન પંચાલ દ્વારા આ કાર્યક્રમ ની રૂપરેખા આપી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમગ્ર ટીમ ને બિરદાવામાં આવી હતી તેમજ બીજા દિવસે વિજેતા ઉમેદવાર G.S. અને L.R.ને પ્રાર્થના સભા માં શપથ ગ્રહણ કરાવી જવાબદારી કઈ રીતે અને કેવી નિભાવવા ની એ અંગે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ અભિનંદન આપી ભવિષ્ય માં આ ક્ષેત્રે આગળ વધી સારી કામગીરી કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી તમામ સક્રિય સ્ટાફ અને વિદ્યાર્થીની ઓ માં ખુશી અને નવું કંઈક કાર્યોનો આનંદ છવાયેલો જોવા મળ્યો હતો G.S. સોલંકી દીપીકા રંગીતભાઈ ધોરણ ૧૨ તેમજ L.R.રાઠવા દિવ્યા માવસિંગભાઈ ધોરણ ૧૧ ની બન્ને વિદ્યાર્થીની ઓ વિજય પ્રાપ્ત થતા ની સાથે આચાર્ય હર્ષાબેન પંચાલ તેમજ સમગ્ર શાળા સ્ટાપ દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીની ઓને ફુલહાર થી સ્વાગત કરી વધાવી લેવામાં આવી હતી અને શાળામાં ચૂંટણી પ્રક્રિયા યોજાતા વિદ્યાર્થીની ઓ જાગૃત થઈ હતી.