MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર
MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે ઝડપથી કરી યોગ્ય વળતર આપવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના આગેવાનોએ આજે કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લામા વરસાદને કારણે ખેડૂતો ને જે નુકસાન થયુ છે એનો સર્વે વહેલી તકે થાય તેવું આયોજન કરવામા આવે અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી આપવામા આવી છે આના કારણે સર્વેમા વિલંબ થાય છે માટે અધિકારી વધારી ઝડપથી સર્વે થાય એવી માંગ છે તેમજ ખેડૂતને જે 2 હેકટરની નુકસાનની મર્યાદા છે એ વધારવામાં આવે અને હેકટર દીઠ યોગ્ય વળતર આપવામા આવે એવી આમ આદમી પાર્ટીની માંગણી છે