કાલોલના ૮ વર્ષીય મોહમ્મદ ઈજહાન રાઠોડે જીવનનો પ્રથમ રોઝો રાખી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી.

તારીખ ૧૦/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજમાં રોજા અને ઈબાદતનું વિશેષ મહત્વ હોય છે. કાળઝાળ ગરમી અને લાંબા દિવસો હોવા છતાં, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નાના બાળકો પણ રોજા રાખતા જોવા મળે છે. આવો જ એક કિસ્સો કાલોલની આશિયાના સોસાયટીમાં જોવા મળ્યો છે.અહીં રહેતા રાઠોડ ઈરફાનભાઈના ૮ વર્ષીય પુત્ર મોહમ્મદ ઈજહાનએ આજે અત્યંત ઉત્સાહપૂર્વક પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખીને અલ્લાહની બંદગી કરી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી આ નાની ઉંમરે કઠિન ગરમીમાં પણ મોહમ્મદ ઈજહાનએ મક્કમ મનોબળ સાથે આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઈબાદત કરી હતી.પુત્રએ પ્રથમ રોજો સફળતાપૂર્વક પૂર્ણ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશો અને સ્નેહીજનોએ મોહમ્મદ ઈજહાનને દુઆઓ આપી પ્રોત્સાહિત કર્યો હતો. રમઝાન માસના પવિત્ર દિવસોમાં નાનકડા બાળકની આ ધાર્મિક નિષ્ઠા આસપાસના વિસ્તારમાં પ્રશંસાને પાત્ર બની છે.







