KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના 8 વર્ષીય સૈયદ સાનિયાબાનુ એ જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની ઈબાદત કરી.

 

તારીખ ૧૭/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આકરી ગરમીમાં પણ ભૂખ્યા-તરસ્યા રહીને અલ્લાહની ઈબાદત કરવામાં આવતી હોય છે. ત્યારે કાલોલ શહેર સ્થિત આશીયાના સોસાયટી ખાતે રહેતા જાફરઅલી સકાવતઅલી સૈયદ ની માત્ર 8 વર્ષીય સૈયદ સાનિયાબાનુ એ જીવનનો પ્રથમ રોજો રાખીને સૌના દિલ જીતી લીધા છે. સાનિયાબાનુ આટલી નાની ઉંમરે રમઝાનના કઠિન ઉપવાસ (રોઝા) રાખવાનો સંકલ્પ કર્યો હતો. વહેલી સવારે સહેરી કરી આખો દિવસ અન્ન અને જળનો ત્યાગ કરી સાનિયાબાનુ પવિત્રતા સાથે પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કર્યો હતો. સાનિયાબાનુ આકરી ગરમી વચ્ચે પણ મક્કમ મનોબળ સાથે રોઝો પૂર્ણ કરતા પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. સાંજે ઇફ્તારના સમયે પરિવારના સભ્યો દ્વારા ફૂલહાર પહેરાવી અને દુઆઓ માંગી બાળકની આ હિંમતને બિરદાવવામાં આવી હતી.સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો અને નગરજનોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સાનિયાબાન ને તેના જીવનના પ્રથમ રોજા નિમિત્તે મુબારકબાદી પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!