KALOL(Panchamahal)PANCHMAHAL

કણેટીયા નર્મદા કેનાલ ઉપર બાઇક ને મહેન્દ્ર પીકપ ચાલકે ટક્કર મારતા ૨૦ વર્ષીય યુવક નુ સારવાર દરમ્યાન મોત.

 

તારીખ ૨૮/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે પાની મુવાડી સણસોલી ખાતે રહેતા સુરપતસિંહ ઉદેશી રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓ તથા તેઓના મિત્ર પંકજસિંહ અને ધ્રુવદીપસિંહ એમ ત્રણેય ઈસમો હાલોલ ખાતે નોકરી કરે છે અને એક જ શિફ્ટ હોવાથી એક જ મોટરસાયકલ પર આવજા કરે છે. ગત બુધવારના રોજ ધ્રુવદીપસિંહ ની મોટરસાયકલ ઉપર ત્રણેય ઈસમો નોકરી કરી પરત આવી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પંકજસિંહ દિલીપસિંહ રાઠોડ ચલાવતા હતા અને તેઓની પાછળ ધ્રુવદીપસિંહ બિપીનકુમાર ગોહિલ ઉ.વ.૨૦ બેઠા હતા અને તેની પાછળ ફરીયાદી સુરપતસિંહ બેસેલા હતા ત્યારે રાત્રિના 10:30 કલાકે કાલોલ તાલુકાના કનેટીયા સીઆરગેટ થી આગળ નારણપુરા તરફ જવાના રસ્તે સામેથી એક મહેન્દ્ર પીકપ ના ચાલકે પૂર ઝડપે એને ભરી રીતે પોતાનું વાહન ચલાવી મોટરસાયકલને સામેથી ટક્કર મારતા પંકજસિંહને જમણા પગે જમણા હાથે ઈજાઓ પહોંચી હતી તેમજ ફરિયાદી સુરપતસિંહને પણ જમણા હાથે અને જમણા પગે ઈજાઓ પહોંચી હતી જ્યારે ધ્રુવદીપસિંહ ને માથાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સણસોલી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ધ્રુવદીપસિંહ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં વડોદરા ખાતે ચાલુ સારવાર દરમિયાન ધ્રુવદીપસિંહનું મોત થતા તેઓના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી સમગ્ર બનાવે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરી નાસી જનાર મહેન્દ્રા પીકઅપ ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!