HALOLPANCHMAHAL

હાલોલની ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ ના કંપનીના સ્વર્ગસ્થિ ડિરેક્ટર ની 9 મી પુણ્યતિથિએ રક્તદાન શિબિર યોજાઈ,100 ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૪.૨૦૨૬

હાલોલના પ્રતાપપુરા ખાતે આવેલ ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ ના કંપનીના ડિરેક્ટર ની આજે મંગળવારના રોજ નવમી પુણ્યતિથિએ હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્ત દાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં સવારે 10.00 કલાકે દીપ પ્રાગટ્ય કરી કંપની કર્મચારીઓ દ્વારા રક્તદાન નો આરંભ કર્યો હતો.જે રક્તદાન સાંજે 5 કલાક સુધી માં 100 ઉપરાંત રક્તદાતાઓ એ રક્ત દાન કર્યું હતું.હાલોલના પ્રતાપપુરા ખાતે આવેલ ટીકીટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીસંચાલકો તેમજ કર્મચારીઓ દ્વવારા પ્રતિ વર્ષે 28 એપ્રિલ ના રોજ કંપનીના ડિરેક્ટર સ્વ.રાજેશભાઈ કાંતિલાલ શાહ ની પુણ્યતિથિએ રક્તદાન એ મહાદાન ના એમ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે કંપની કમ્પાઉન્ડમાં શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે કંપનીના ચેરમેન હિરેન્દ્ર મોતા કંપનીના ડિરેક્ટર સ્વ.રાજેશભાઈ ના પુત્ર પ્રતિક શાહ એચ.આર.હેડ ગૌરવકુમાર,ઔધોગિક સલામતી ના નાયબ નિયામક ડી.આર.પ્રજાપતિ સહીત કંપનીના હોદ્દેદારો કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.અને રક્તદાતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો.સવારે દશ વાગ્યાથી શરુ થયેલ આ શિબિર સાંજના પાંચ વાગ્યા સુધીમાં રક્તદાતાઓ એ રક્તદાન કરતા 100 રક્ત બોટલ એકત્રિત થઇ હતી. કંપની સંચાલકો દ્વારા રક્તદાન કરતા હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે કંપની કર્મચાઓ તેમજ કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!