KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે 12 મો વાર્ષિક રમતગમત ઉત્સવ નો રંગારંગ કાર્યક્રમ યોજાયો

 

તારીખ ૧૪/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરુ ખાતે આવેલી રીફાઈ પબ્લિક સ્કૂલ માં આજરોજ સ્પોર્ટ ડે નો રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિફ ગેસ્ટ તરીકે શાળાના સ્થાપક હજરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લા રિફાઇ અને સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નયરબાબા રિફાઈ સાહેબની ઉપસ્થિતિમાં 12 મો વાર્ષિક રમતગમત દિવસનો સુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શાળાના બાળકોનો શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય રમત વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી જેમાં શાળાના કોચિંગ ટીચર અને શિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી હતી જેમાં કરાટે,દોડ,ફુટબોલ સહિત રસ્સાખેચ જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી અંતે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંભારમના મુખ્ય મહેમાન હઝરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લા રિફાઈ સાહેબે ભણતર સાથે રમતનો જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદબોધન કર્યું હતું અને સ્કૂલની કામિયાબી માટે ખાસ દુઆ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ સોયબબાબા દ્વારા ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!