KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ રેફરલ હોસ્પિટલ પાસે ઝાડની ડાળ રોડ ઉપર તૂટી પડતાં બાઇક ઉપર સવાર દંપતી ઝાડની ઝપટે ચઢ્યાં!!

 

તારીખ ૩૦/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ઢળતી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ વચ્ચે રેફરલ હોસ્પિટલની દીવાલ પાસેથી પસાર થતા બાઇક સવાર વરસતા વરસાદમાં દંપતી નિકળતા હતા ત્યારેજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાલોલ રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ વોલ થી ગુલમહોરના તોતિંગ ઝાડની ડાળ અચાનક રોડ ઉપર તૂટી પડતાં બાઇક પર સવાર મહિલા અને પુરુષ સહિત બાઇક તોતિંગ ઝાડની ડાળ ની ઝપટમાં આવી ડાળ નિચે દબાઈ ગયા હતા જ્યાં રેફરલ હોસ્પિટલ સામેની દુકાન ધરાવતા વેપારીઓ ફટાફટ દોડી આવી ડાળ નિચે દબાયેલ બાઇક પર સવાર મહિલા અને પુરુષને હેમખેમ બહાર કાઢ્યા હતા જ્યાં બન્ને મહિલા પુરુષને સામાન્ય ઇજાઓ પહોંચી હતી સદનસીબે કોઇ મોટી જાનહાનિ ટળતા ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો અત્રે એક વાત જરૂર કેહવાય કે આ બનાવ પર થી જવાબદાર તંત્ર બોધપાઠ લઈને હજુ પણ રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નમી ગયેલ ઝાડની ડાળીઓ કટીંગ કરી જરૂર હોય અથવા અન્ય કામગીરી કરવી જરૂરી હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે આ પ્રકારની ઘટનાઓ સમયસર કાર્યવાહીથી ટાળી શકાય તેમ હોય છે.છતાં જવાબદાર તંત્ર ધ્યાન કેમ નથી આપતું તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.ઉપરોક્ત દંપતીને સામાન્ય ઇજાઓ પહોંચતા ફરિયાદ દાખલ કરાવવાનું મુનાસિબ ન માની રવાના થયા હતા.

Back to top button
error: Content is protected !!