GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામ્યુકો મીલકત વેરા-“માફી”ફેક્ટ શું?

 

પ્રોપર્ટી ટેક્ષમાં વ્યાજ માફી છ છ મહીના તન-તન મહીના પછી ય કઇ વળતુ નથી–૩૩% લોકો જ વેરો ભરે છે-કોર્પોરેશનનું રેકર્ડ આમ કહે છે.

 

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં એકાઉન્ટ વિભાગના હેડ તેમજ આસી.કમી. ટેક્સ અને મીલકત વેરા વિભાગના સૌથી હેડ ને સીધી જવાબદારીવાળી લાગુ પડતી બાબત એ છે કોર્પો.ની મુખ્ય અને કરોડ રજ્જુ સમાન આવક મીલકત વેરાની છે માટે તે વિષય તેમજ આ વેરામાં વ્યાજ-“માફી” બધીજ બાબતનું ફેક્ટ શું છે?તે ખૂબ જ રસપ્રદ છે વિશ્ર્લેષક છે આંખ ઉઘાડનાર છે પ્રજાજનોને જાણવા જેવુ છે તેમજ લગત બે અધીકારીઓએ ખૂબ ગંભીરતા લેવા જેવુ છે તેમ આધારભૂત સુત્રો જણાવે છે

પ્રોપર્ટી ટેક્ષમાં વ્યાજ માફી છ છ મહીના તન-તન મહીના પછી ય કઇ વળતુ નથી અને ૩૩% લોકો જ વેરો ભરે છે તેમજ દર વર્ષે ડીમાન્ડ(મીલકત ધારકોને ટેક્સ ભરવાના બીલ પ્રકારના અપાતા પત્રો)રૂ. ૧૧૦ કરોડ થી વધુ રકમમાંથી આવક ૪૦-૪૨ ટકા જેટલી જ થાય છે અને જુના રૂ. ૪૩૬ કરોડ વસુલવાના બાકી છે ત્યારે સરકારી કચેરીઓનાં લેણા કોણ જાણે કેટલાય હશે?

વળી જીઆઇડીસી ફેસ ૨ અને ૩ માટે કોર્પોરેશનની ટેક્ષ બ્રાંચ એકાઉન્ટ બ્રાંચ દ્વારા ખૂબ “કવાયતો”થઇ ૨૦૧૮ થી ૬૦ કરોડ ૪૪૪૦ કારખાનાઓના મીલકત વેરાના વસુલવાના બાકી છે તેમાંથી વ્યાજ માફી સાથે માત્ર ૧૩૦૦ કારખાના દારોના ૨૦ કરોડ જ આવ્યા હોવાનું રેકર્ડ ઉપર લગત અધીકારીએ જણાવ્યુ છે તે છે.

બીજી વાત એ છે કે મીલકત વેરા બીલ બજાવનાર આઉટસોર્સના લોકો છે તેમને તાલીમની કે વિસ્તાર નકશા વગેરે શીખવાડવુ પડે અને બીલ બજાવ્યા વગરનું જે કોઇ મીલકત રહી જતુ હોય તેવુ લાગે બીલ બજાવનારને તો તેનીં વિગતે નોંધ કરવાની તાલીમ આપવી પડે

મીલકત બતાવાય છે રેકર્ડ ઉપર ૩,૦૬,૦૦૦ પરંતુ ઘણાય બંગલામાંથી ફ્લેટ થયા ઘણા પ્લોટમાંથી કોમર્શીયલ ને રેસીડન્ટ થયા,ઘણા શેડ માંથી ત્રણ માળના બીલ્ડીંગ થયા,દુકાનો-ઓફીસો-કારખાના સુધારા વધારા અને ભાગ પણ થયા,એક જ માળના બાંધકામ તન ચાર માળના થયા……તે બધા….બ…ધા…ય માંથી પરવાનગી કેટલી? પરવાનગી હોય તો મીલકત વેરામાં અપડેશન કેટલું?એટલે એમ કહેવાય કે ૧૨૫ ચો.કી.મી. વિસ્તારમાં ખરેખર જેટલી મીલકત હોય તે પણ જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન મીલકત વેરો વસુલે છે તે મીલકતોની સંખ્યા ૩,૦૬,૦૦૦ છે.છેલ્લે બાકીની મીલકતોના વેરા માટે કારપેટ બેઇઝ માપણી ઝુબેશ જેવું થયુ છે કઇ? કોર્પોરેશનની મુખ્ય આવક મીલકત વેરા છે અને તે માટે ટેક્સ એકાઉન્ટ વગેરે ના ખર્ચના બજેટના આંકડા?? ન પુછો તો સારૂ…..જંગી બજેટ સામે જુની નવી આવક દર વરસે ૧૦૦ કરોડ અંદર જ થાય છે વર્ષ ૨૪ મા વળી ૧૦૦ કરોડ ઉપર આવક થઇ…..ડેફીસીટ આગળ ચાલી આવે છે ત્યારે માત્ર ને માત્ર “ચોક્કસ”જગ્યાએ જ ઢોલ વગાડીને વસુલાત-સીલીંગ શું કામ?દરેક બાકીદારો સામે પગલા કેમ નહી?

આ બધુ જ રેકર્ડ ઉપર છે તેના શબ્દાર્થ,ભાવાર્થ,અર્થ વિસ્તરણ જ છે એટલે તો ફેક્ટ ફાઇલ શું?તે સામે આવે તે માટે આ સંશોધન છે જે કોર્પોરેશન “અમુક” આવક થતા વાહ વાહી કરે છે પરંતુ હાલની સ્થિતિએ ૫૫૦ કરોડની વસુલાત બાકી છે તેમજ હજુ ય ઘણી મીલકત વણ નોંધાયેલી કે કારપેટ બેઇઝ સર્વે બાકી હોય તેવી હોઇ શકે છે તે અંગે શું બંને લગત અધીકારીઓ અજાણ હશે?? બને નહિ…

હવે કોર્પોરેશનના રેકર્ડ ઉપર શું લખાણ છે તે એક પોર્શન જોઇએ તો……….જામ્યુકોના એક અગત્યના રેકર્ડ ઉપર જે લખેલુ છે મીલકત વેરા સંબંધી તેનો થોડોક ભાગ આ ” ” ઇન્વર્ટેડ કોમા માં આ મુજબ છે તે ફેક્ટ
… ” જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૨૦ (વીસ) વર્ષમાં ૬ (છ) વખત ૧૦૦% વ્યાજ માફી જાહેર કરવામાં આવેલ છે. પરંતુ, રેગ્યુલર ટેક્સ ભરપાઈ કરતાં શહેરીજનોની સંખ્યામાં ખાસ્સો એવો કોઇ જ નોંધપાત્ર વધારો જોવા મળેલ નથી અને કુલ મિલકતો ૩,૦૬,૮૩૫ ની સામે વાર્ષિક મિલ્કતવેરો ચુકવનાર શહેરીજનોની સંખ્યા સરેરાશ ૧,૧૦,૦૦૦ માત્ર છેલ્લા ૫ (પાંચ) વર્ષમાં થવા પામેલ છે. એટલે કે, સરેરાશ ૧,૯૫,૦૦૦ મિલ્કત ધારકોનો વાર્ષિક મિલ્કતવેરો બાકી રહેવા પામે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૬ (છ) વર્ષથી વાર્ષિક ૧૮% વ્યાજને બદલે વાર્ષિક ૯% વ્યાજ કરી આપેલ છે. એટલે કે ૫૦% વ્યાજ માફી સતત ૬ (છ) વર્ષથી આપવામાં આવે છે અને ૧૦૦% વ્યાજ માફી રેન્ટ બેઇઝ પધ્ધતિમાં જનરલ બોર્ડ ઠરાવ નં. ૯૫ તા. ૧૯-૧૦-૨૦૧૬ થી આપવામાં આવેલ છે. આમ, આટલી વખત વ્યાજ માફી યોજનાનો લાભ આપ્યા બાદ પણ શહેરીજનો દ્વારા રેગ્યુલર ટેક્સ ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવે છે. એમ તા. ૦૨-૦૭-૨૦૨૪ ના ટેકસ ઓફીસરના પત્રમાં જણાવેલ છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ૧૦૦% વ્યાજ માફી હવે ન આપવા જણાવેલ છે. પરંતુ,શહેરીજનોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ આ વ્યાજ માફી મંજુર કરવામાં આવે છે………..” (આનો સાર એ કે મીકલત વેરામાં ગમે તેટલી વ્યાજ માફી આપો તો પણ કોર્પોરેશન ને આવક થતી નથી)

આ જ રેકર્ડ માં જવાબદાર અધીકારીએ જે તે વખતે ચાપલુસી સાથે એમજણાવેલુ કે …..આ જ દિવસ સુધી (એટલે તેઓ બોલ્યા રેકર્ડ ઉપર નોંધવા તે દિવસ સુધી)  ૩૭૦૦૦ આસામીઓએ વ્યાજમાફી નો લાભ લઇ કરોડો નું વ્યાજ બચાવ્યુ……મારા સાયબ કુલ આસામીઓમાંથી   બે લાખ એંસી હજાર તો મુવ થયા જ નહી તે દિવસ સુધી….!!! તો તમે વ્યાજ માફી યોજના આપી તે સફળ રહી કે ફેઇલ ગઇ??? અને તમે મીલકત વેરામાં વ્યાજ માફી નો પ્રચાર કરવામાં સાવ કરતા સાવ ઉણા ઉતર્યા કે શું ???  આત્મ મંથન કરો કે પ્રચારનો માર્ગ યોગ્ય રહ્યો? લોકો સુધી પહોંચી શક્યા હતા??? ના નહીતર તો ધન નો ઢગલો ન થાય??? આ જ ટીપ્પણી ને સમર્થન આપતી કોર્પોરેશન ના રેકર્ડ ઉપર રહેલી આ વિષયની નોંધ હવે આગળ

આવી જ એક બીજી વાત કે કોર્પોરેશન નો મીલકત વેરા વ્યાજ માફી નો પ્રચાર કેટલો કંગાળ છે…..તે જોઇએ તો ” ” કોમાં મા થોડો પોર્શન આ રેકર્ડ ઉપર એવું દર્શાવે છે કે..

…”આપણો ટેક્સનો પૈસો રોકાયેલ હતો. જયાં આપણા કર્મચારી વસુલાત માટે જઈ નહોતા શક્યા.કેટલાક લોકોને આવી વ્યાજ માફીની સ્કીમની જાણકારી નથી હોતી. પ્રજા પાસે આપણે જવામાં ટુંકા પડીએ છીએ. રૂપીયા પંચાવન કરોડની રકમ કોપેરેિશનમાં જમા થયેલ,સ્લમના લોકો વધુને વધુ લાભ લઈ શકે તે માટે પંદર દિવસ થી મહિનો સુધી ચાલુ રાખવી જોઈએ…….”

હવે બે પાંચ કે પાંચ પચ્ચીસ કરોડ આવક થતા જાણે કઇક મોટી સિદ્ધી મેળવી હોય તેમ પ્રચાર માટે ધ્યાન અાપનારા બાકીદારો પાસે પહોંચી શકતા જ નથી અને જે ભરવાના છે તે તો વેરો ભરવાના જ છે તેને કોઇ પ્રચારની જ જરૂર નથી અને અન્ય બાકી રહેતી જંગી એવી વેરાની રકમ તે રેગ્યુલર મીલકત વેરો ભરનાર સાથે એક પ્રકારે અન્યાય છે. તેમજ ચોક્કસ જગ્યાએ જ ઢોલ વાગે અને મોટા બાકીદારોને ત્યાં ઢોલ ન વાગે તે પણ શહેરની જનતાની જાણ માં હોય શકે છે.

_____________________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!