દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને સુપરત કર્યુ આવેદનપત્ર
બુથ લેવલ ઓફિસર તરીકેની નિમણુંકનો આદેશ રદ્દ કરવા
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે ચૂંટણી પંચે 25 જૂન 2025થી આંગણવાડી કાર્યકરોને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે આંગણવાડી કાર્યકરોએ તેમની રજૂઆતમાં જણાવ્યું કે, મોટાભાગની બહેનોએ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરેલું નથી તેઓ હાલમાં આંગણવાડીના બાળકોની સંભાળ, પોષણ વ્યવસ્થા, સગર્ભા માતાઓની દેખરેખ, પોલિયો રસીકરણ અને કુપોષણ નિવારણ જેવી અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સરકારી કર્મચારી નથી પરંતુ માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે મતદાર યાદીમાં નામ ઉમેરવા અને રદ કરવા જેવી BLO ની કામગીરી તેમના માટે નવી છે આ કામગીરીથી તેમને મુશ્કેલી પડશે અને વિવિધ ગામોમાં રાજકીય આક્ષેપોનો સામનો કરવો પડી શકે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા આંગણવાડી કાર્યકરોએ BLO તરીકેની નિમણૂંકનો આદેશ તાત્કાલિક રદ કરવાની માગણી કરી છે તેમણે વર્તમાન કાર્યબોજ અને નવી જવાબદારીઓના સંભવિત પડકારોને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે.