GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસે વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબીમાં મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસે વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું

 

 


મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સતત બે વર્ષના સફળ આયોજન બાદ મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જ્યાં પ્રથમ દિવસે જ વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતીનું આયોજન તથા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાશ્રમના વડીલો માટે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરરોજ સાંજે મહાઆરતી, રાત્રે રાસ-ગરબા, આનંદનો ગરબો, સત્યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો મોરબીની ધર્મપ્રેમી જનતાને મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવમાં પધારી ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લેવા જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે

Back to top button
error: Content is protected !!