KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગણેશોત્‍સવ અને ઈદેમિલાદ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી

 

તારીખ ૧૪/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકામાં આગામી ઈદેમિલાદ અને ગણેશોત્‍સવ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ની ઉપસ્થિતિ વચ્ચે સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક ગતરોજ મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બે મહા પર્વ ઈદેમિલાદનુ ઝુલુસ એક્જ દીવસે એટલેકે ૧૬/૦૯/૨૦૨૪ રોજ હોય મુસ્લીમ બિરાદરો મનાવશે જ્યારે એક દિવસના અંતરાલ બાદ તારીખ ૧૭/૦૯/૨૦૨૪ રોજ ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવશે.આ બન્ને પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ એ જણાવ્‍યું હતું કે,ગણેશોત્‍સવ અને ઈદેમિલાદ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.કાલોલ નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદેમિલાદ પર્વ ઉજવાય તે માટે કાલોલના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સીબી બરડા સાથે એલએ પરમાર અને સર્કલ ઓફિસર રાકેશકુમાર સુતરીયા મિટિંગમાં હાજર રહી કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.અને બન્ને સમાજના ગણેશજીની વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

oppo_2
oppo_2

Back to top button
error: Content is protected !!