કાલોલ તાલુકાના બેઢીયા ગામે અગાઉ ઝગડા ની અદાવતમાં લાકડીઓ અને છુટા પથ્થરોથી હૂમલો કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ.

તારીખ ૧૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા મંજુલાબેન રમેશભાઇ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર કેતનભાઈ પોતે કડિયા કામ મંજુરીથી ઘરે આવતા હતા તે વખતે આરોપીઓએ કેતનભાઈ સાથે અગાઉ ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ તેઓને પકડી પાડી શરીરે ગડદા પાટુનો માર મારતાં કેતનભાઈ એ બુમો પાડતા આરોપી નં ૧ જયદીપસિંહ દલપતસિંહ ચૌહાણ ઉશ્કેરાઈ જઈ નજીકમાંથી લાકડી લઇ આવી કેતનભાઈને શરીરે હાથે પગે માથાના ભાગે લાકડી વડે માર મારતા ઈજા થતા તેઓ નીચે પડી ગયેલ તથા આરોપી નં ૨ કમલેશભાઈ લક્ષ્મણસિંહ ચૌહાણે કેતનને લાકડી વડે શરીરે માર મારી ઈજા કરેલ તથા આરોપી નં ૧ ઓ જયદીપસિંહ દલપતસિંહ ચૌહાણ ફરીયાદી મંજુલાબેન ને માથામાં લાકડી માર મારી ઇજા કરેલ તથા આરોપી નં ૩ ગોવિંદભાઈ લક્ષ્મણસિંહ ચૌહાણ મંજુલાબેન ને ડાબા હાથ ઉપર લાકડી મારતા તેઓને નીચે પડી ગયેલ અને ઇજાઓ થયેલ અને આરોપી નં ૪ અરૂણભાઇ ઉર્ફે રીસ્કિભાઇ ભુરાભાઇ ચૌહાણે છુટા પથ્થર મારી ફરીયાદી અને સાહેદોને માં બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા હોય જે અંગે ની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






