GODHARAPANCHMAHAL

ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શારીરિક માનસિક વિકાસ માટે યોગ જાગૃતિ પર કાર્યક્રમ યોજાયો….

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી શહેરા


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2023 ના રોજ ડૉ. ચમનલાલ મહેતા વિદ્યાલય, ગોધરા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો ,ગોધરા દ્વારા યોગા અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને

ડૉ. ચમનલાલ મહેતા વિદ્યાલય,

ગોધરાના પ્રમુખ  ભુપેશભાઈ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ડોક્ટર ચમનલાલ મહેતા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સામૂહિક યોગા અભ્યાસ કાર્યક્રમમાં જોડાઈ વિવિધ આસનો કર્યા હતા. યોગા અભ્યાસ કાર્યક્રમમાં વિવિધ આસનોના ફાયદા વિદ્યાર્થીઓને જણાવી શારીરિક તેમજ માનસિક વિકાસ માટે દૈનિક યોગને મહત્વ આપી વિદ્યાર્થીઓને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2023 ના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો ,ગોધરા દ્વારા વિદ્યાલયના વિદ્યાર્થીઓ વચ્ચે યોગાસન તેમજ વકૃત્વ સ્પર્ધા રાખી વિજય સ્પર્ધકોને વિભાગ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ જાગૃતા વિષય પર વિભાગના રજીસ્ટર કલાકાર દ્વારા યોગ જાગૃતા નાટકનું પ્રસ્તુતિકરણ કરી વિદ્યાર્થીઓમાં યોગને જીવનમાં વણી લેવા અનુરોધ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ચમનલાલ મહેતા વિદ્યાલયના મદદનીશ શિક્ષક નિમિષાબેન સુથારે કર્યું. શાળાના આચાર્યશ્રી ત્રિવેદીએ આયોજકનો આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્રગીતથી કાર્યક્રમને પૂર્ણ કર્યો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!