કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ચાલતી સ્વાવલંબન યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૦/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે આજરોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ચાલતી સ્વાવલંબન યાત્રા અંતર્ગત પ્રોગ્રામ કોર્ડીનેટર પ્રો.ડો.નીરજ શિલાવટ અને તેમની ટીમ હિરલ ,પાયલ, જ્યોતિકા, મીરા, શૈલેષ , ધર્મેન્દ્ર અને દિગ્વિજયસિંહે શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવો વિષય પર માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે દેવાંગી ભટ્ટ રચિત ‘ સાદ કરે છે સ્વદેશ’ અને ‘ વંદે માતરમ@150’ ની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રગીત વંદે માતરમની પૂર્ણ રચનાનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047માં વિકસત ભારતના સંકલ્પ માટે આત્મ નિર્ભર ભારતનો નારો આપ્યો છે. તે સંકલ્પ સિદ્ધિ માટે સ્વદેશી જીવનશૈલી અપનાવી સ્વાવલંબી સમાજ થકી દેશને આત્મ નિર્ભર બનાવવા પ્રેરણા લીધી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યાએ અને શાળા પરિવારે આગંતુકોનો આભાર વ્યક્ત કર્યો હતો.






