યાત્રાધામ પાવાગઢ રોપ વે ખાતે NDRF દ્વારા આયોજિત શોધ બચાવો મોકડ્રિલ યોજાઈ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૫.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી રોપવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સજ્તા અભ્યાસ(Mock Dril) નું આયોજન બુધવારના રોજ રોપવે ખાતે હાથ ધરવામાં આવી હતી.તેમાં NDRF ટીમ,રોપ વે ના અધિકારી,પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ, બોમ સ્કોડ,ડોગ સ્કોડ અને ક્વીક રિસ્પોન્સ ટીમ (QRT) હાજર રહી આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરી અને મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તેની ઊંડાણ પૂર્વક સમજ અને જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તે અંતર્ગત મોકદ્રીલ દ્વારા પ્રેક્ટીકલ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આપતિ ના સમયે બચાવવા માટે જરૂરી સંકલન અને સાધનોના યોગ્ય ઉપયોગ સમયસર કામગીરી માટે આ કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં રોપ વે સ્ટાફ,હાલોલ મામલતદાર,જિલ્લા એસઓજી,જિલ્લા એલસીબી,પાવાગઢ પોલીસ તંત્ર,હાલોલ તાલુકા વહીવટી તંત્ર,પાવાગઢ સરપંચ તેમજ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.














