KALOL(Panchamahal)PANCHMAHAL

નાની વયે પરમાત્મા પ્રત્યેની દૃઢ આસ્થા સાથે અનોખો સંદેશઃ ગોધરા શહેરના ત્રણ વર્ષના યુસુફ કલા નો પહેલો રોઝો.

 

તારીખ ૦૮/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા શહેરના ઈકરામ કલા ના ત્રણ વર્ષના બાળક યુસુફ કલા એ પવિત્ર રમઝાન મહિનામાં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખુદાની ઇબાદત કરી અનોખો સંદેશ આપ્યો છે. નાની ઉંમરમાં ધાર્મિક ભાવના અને સંકલ્પ દર્શાવતાં તેમના આ પ્રયત્નને પરિવારજનો અને સ્થાનિક સમાજ દ્વારા પ્રશંસા મળી રહી છે. હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં રોઝા રાખી અલ્લાહની બંદગી અદા કરવામાં આવે છે. દીવસે ભારી ગરમી હોવા છતાં લોકો શ્રદ્ધાપૂર્વક રોઝા પાળી રહ્યા છે. એ જ રીતે ગોધરા શહેર ખાતે રહેતા પીતા ઈકરામ કલા ના ત્રણ વર્ષીય દીકરો યુસુફ કલા એ પણ પોતાના જીવનનો પહેલો રોઝો રાખ્યો હતો જ્યાં રોઝા પૂર્ણ કર્યા બાદ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. નાની વયે ધાર્મિક સંસ્કાર અને આસ્થા પ્રત્યેનો આ ઉત્સાહ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Back to top button
error: Content is protected !!