કાલોલ મામલતદાર કચેરી ખાતે ત્રિવેણી કાર્યક્રમોના આયોજન અંગે પ્રશાસનિક બેઠક યોજાઈ.

તારીખ ૦૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂન મહિનામાં યોજાનારા ત્રણ મહત્વપૂર્ણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોના સુચારુ અને સફળ અમલીકરણ માટે ગોધરાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કાલોલ મામલતદાર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રશાસનિક તૈયારીઓ, અધિકારીઓની જવાબદારીઓ અને લોકભાગીદારી વધારવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા (IAS) દ્વારા બહાર પાડવામાં આવેલા સરકારી હુકમોના પગલે આ બેઠકનું આયોજન હાથ ધરાયું હતું. બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના ત્રણ કાર્યક્રમોના રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી:1. પ્રગતિ પથ યાત્રા (Phase-1 અને Phase-2)સરકારના વિવિધ શ્રેષ્ઠ પ્રોજેક્ટો, વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત મોડેલોના પ્રદર્શન અને જનજાગૃતિ માટે જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા નું આયોજન નક્કી કરાયું છે.તારીખ: પ્રથમ તબક્કો (Phase-1) તા. ૦૮/૦૬/૨૦૨૬ થી ૦૯/૦૬/૨૦૨૬ અને દ્વિતીય તબક્કો (Phase-2) તા. ૧૧/૦૬/૨૦૨૬ થી ૧૨/૦૬/૨૦૨૬ દરમિયાન યોજાશે.કામગીરી: પ્રથમ તબક્કામાં મહાનુભવો અને બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના વિવિધ વર્ગો માટે ઉત્કૃષ્ઠ સ્થળોની મુલાકાત, રૂટ પ્લાનિંગ અને વિકાસગાથાના પ્રદર્શન અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી.2. વિકસિત ભારત સંકલ્પ સંમેલન (જિલ્લા કક્ષા)વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને પ્રજાને આ પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે પ્રબુદ્ધ સંમેલનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે.તારીખ: તા. ૧૦/૦૬/૨૦૨૬ ના રોજ આ સંમેલનનું આયોજન કરવામાં આવશે.કામગીરી: કાર્યક્રમ અંતર્ગત કાયદો-વ્યવસ્થા, સાંસ્કૃતિક વારસાની જાળવણી, પ્રદર્શન સ્ટોલ્સ, અને પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિ સહિતની વ્યવસ્થાઓ માટે બનેલી પેટા સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.3. જનકલ્યાણ શિબિર (ગ્રામ્ય અને શહેરી)વિકસિત ગુજરાત@૨૦૪૭ ના ધ્યેયને સાકાર કરવા તેમજ છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના હેતુથી શિબિરનું આયોજન કરાશે.આ શિબિર દરમિયાન આયુષ્માન ભારત, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી, અને પીએમ સ્વનિધિ જેવી યોજનાઓમાં મહત્તમ નોંધણી થાય તે માટે ખાસ કાળજી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત ડિજિટલ ગુજરાત પોર્ટલની જાગૃતતા અને સેવા સેતુના ૫૫ વિષયોનો સમાવેશ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.બેઠકના અંતે પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ કાર્યક્રમોમાં સુમેળભર્યા સંકલન સાથે કામ કરવા અને વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી હતી.






