પઢીયાર ગામના મુખ્ય રોડ ઉપર ગેરકાયદેસર રીતે કરેલ દબાણ હટાવવા નોટીસ અપાઇ

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાના પઢીયાર ખાતે પઢીયાર ડેરી થી લઈ કરણના મુવાડા સુધીનો રોડ મંજુર થયેલ હતો.જેમાં હાલ આ રસ્તાની કામગીરી શરૂ છે ત્યારે પઢીયાર ગામના ગ્રામજનોને ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોય તેવું લાગી રહ્યું છે જેથી આ બાબતે ગ્રામજનોએ દબાણ હટાવવા અંગે ઉચ્ચ કક્ષા રજુઆત કરી હતી.આ રજુઆતને ધ્યાને લઇ પઢીયાર ગામના તલાટી કમમંત્રી તેમજ ગામના સરપંચ દ્વારા કલમ 105 હેડળ દબાણ હટાવવા માટે રોડની બાજુમાં કરેલ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે આધાર પુરાવા સાથે દિન 7માં રજૂ કરવા જણાવ્યું છે જો દબાણ ગેરકાયદેસર હોય તો તેને દિન 2 માં હટાવવા માટે તલાટી કમ મંત્રી ગિરીશ મછાર ગામના સરપંચ હરેન્દ્રસિંહ રાઉલજી તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલો,યુવાનો, સ્થળ પર હાજર રહી માપણી કરી સ્થળ ઉપર જ કુલ 9 લોકોને નોટીસ આપવામાં આવી છે. આ બાબતે ગ્રામજનોની માંગ છે કે કરેલ દબાણ વહેલી તકે દૂર કરવામાં આવે જેથી કોઈપણ વ્યક્તિને તે અડચણ રૂપના બને સાથે તમામ કામગીરી કોઈપણ ભલામણ વગર કાયદાકીય રીતે જ કરવામાં આવે. આ અંગે કાર્યવાહી નહિ કરવામાં આવે તો અહિંસક આંદોલન પણ ગ્રામજનો કરશે તેવું જણાવેલ છે.





