NATIONAL
માતાએ પુત્રની હત્યા કરી, લાશના ટુકડા 3 બોરીઓમાં ભરીને ફેંકી દીધાં !!!
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં 57 વર્ષીય લક્ષ્મી નામની મહિલાએ પોતાના સંબંધીઓ સાથે મળીને આડે પાટે ચઢેલા પુત્રને સજા આપવા માટે તેની હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ માતાએ પુત્રની લાશના 5 ટૂકડા પણ કરી નાખ્યાં હતા. હકીકતમાં 35 વર્ષીય પુત્ર સફાઈ કામદારનું કામ કરતો હતો અને તાજેતરમાં તેણે તેની કાકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, આ વાતે માતા નારાજ હતી અને તેણે સંબંધીઓ સાથે મળીને કુહાડી તથા બીજા સાધનોથી હત્યા કરી નાખી હતી.
પોલીસે કહ્યું કે પુત્રની હત્યા બાદ માતાએ લાશના ટુકડા કર્યાં હતા અને 3 બોરીઓમાં ભરીને ફેંકી દીધાં હતા.