KALOL(Panchamahal)PANCHMAHAL

ચુંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR ખાસ ઝુંબેશ અંતર્ગત કાલોલ નગરપાલિકા પ્રમુખે નગરના મતદાન મથકો ની મુલાકાત લીધી.

 

તારીખ ૨૨/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત આજે વિતરણ ફોર્મ ભરી પરત આપવાની તારીખ હોય નગરના વિવિધ મતદાન મથકો ઉપર ભારે ભીડ જામી હતી જ્યાં મતદાન મથકો ઉપર મતદાર યાદીની સુધારણા મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને વિશ્વસનીય બનાવવા માટે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા એસઆઇઆર અભિયાન સક્રિય ભાગ લઇ પોતાનું વિતરણ ફોર્મ બીએલઓ ને આપી કાલોલ શહેરના વિવિધ મતદાન મથકો ની મુલાકાત કરી પ્રક્રિયા નુ નિરીક્ષણ કરી બીએલઓ ની કામગીરીમાં સહયોગ કર્યો હતો

કાલોલ શહેર સહિત જિલ્લામા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત તમામ બુથ લેવલ ઓફિસર પોતાના સંબંધિત મતદાન મથકો પર સવારના નવ કલાકથી બપોરના એક વાગ્યા સુધી હાજર રહી મતદારોએ આ સમયગાળા દરમિયાન પોતાના મતદાન મથકો પર મોટીસંખ્યામાં પોહચી વિતરણ ફોર્મ આપતા નજરે પડ્યા હતા જ્યાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR જેનો મુખ્ય હેતુ મતદારયાદીને વધુ અદ્યતન અને ચોક્કસ બનાવવાનો છે. જે મતદારોના નામમાં કોઈ ભૂલ હોય,નવા નામ ઉમેરવાના હોય અથવા અન્ય કોઈ સુધારો કરાવવાનો હોય, તેમના માટે કાલોલ નગરપાલિકાના પ્રમુખ મતદાન મથકોની મુલાકાત લઈ પ્રક્રિયા નું નિરીક્ષણ કરી બુથ લેવલ ઓફિસરો ને સંબંધિત એસઆઇઆર ની કામગીરીમાં સહયોગ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!