BANASKANTHAPALANPUR

શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરના બાળકોની અનોખી પહેલ.શાળાના બાળકોએ એક સાથે મળી માટીમાંથી અસંખ્ય ગણેશની મૂર્તિઓ તૈયાર કરી

17 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ ગણાય છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી.ટૂંક સમયમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. બજારમાં ગણેશજીની અવનવી મૂર્તિઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. દરેક ઘરમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી.તેથી ઘરમાં માત્ર માટીની ગણેશ મૂર્તિ જ લાવવી જોઈએ. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે, માટીની ગણેશની મૂર્તિઓ બનાવવા માટે થોડો સમય છે. પરંતુ આટલા દિવસોમાં પ્રતિમા બનાવવાથી તેને સૂકવવા માટે પૂરતો સમય મળશે. ત્યારબાદ રંગોથી પ્રતિમાની સુંદરતા વધારી શકાય છે.”મારી માટી, મારા પ્રભુ ” આવા શુભ વિચાર સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના તમામ વિભાગના બાળકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ માટીમાંથી શ્રી ગણેશની પ્રતિમાઓ તૈયાર કરી હતી. દરેક શાળાના શિક્ષકો અને આર્ટ એકેડમીના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ બાળકોએ સાથે તેમના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં માટીમાંથી ગણપતિની મૂર્તિઓ તૈયાર કરી હતી. આ વિદ્યાર્થીઓ ઘરે જઈ પોતાના ઘરે આ મૂર્તિઓની સ્થાપના કરી પૂજા અર્ચના કરશે.આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!