HALOLPANCHMAHAL

હાલોલ નગર ખાતે વીજ કંપની ના ધાંધીયા થી નગરજનો ત્રાહિમામ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૫.૨૦૨૬

હાલોલ નગર ખાતે વીજ કંપની ના ધાંધીયા થી નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. નગરમાં છાસ વારે વીજળી ગૂલ થતા કાળઝાર ગરમીમાં લોકો અસહ્ય ગરમીમાં શેકાતા તેમજ હેરાન પરેશાન થતા મધ્ય ગુજરાત વીજ કંપની હાલોલ ઓફિસની કામગીરી સામે ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે.જ્યારે વીજ ગ્રાહકોના જણાવ્યા અનુસાર આ અંગે વીજ કંપની ખાતે ઉગ્ર રજુઆત કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ નું પેટનું પાણી ન હાલતું તેઓ સામે ફિટકાર વરસાવી રહ્યું છે. વીજ કંપની હાલમાં ડીઝીટલ યુગ માં આગળ વધ્યું છે. પણ ફક્ત સ્માર્ટ મીટર લગાવામાં આગળ વધ્યું છે વીજ ગ્રાહક એક દિવસ મોડું લાઈટબીલ ભારે તો લાઈટ ઓટોમેટિક કપાઈ જાય છે.હાલોલ નગર માં છેલ્લા ઘણા દિવસ થી વીજ કંપની ની નિષ્કાળજી કારણે છાશવારે કલાકો સુધી લાઈટ જતી રહેતા વીજ કંપની ની કામગીરી ને લઇ લોકોમાં વીજ કંપની ના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકબાજુ ૪૨ ડિગ્રી કાળઝાર ગરમી થી બચવા માટે લોકો પંખા, કુલર, એસી ના સહારો લેતા હોય છે. તેવા જ સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.જ્યારે મંગળવાર ની રાત્રીના સમયે નગર ના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ ન હોવાને કારણે રાત્રે મોટી સંખ્યામાં લોકો વીજ કંપનીની ઓફિસે હલ્લાબોલ કર્યો હતો. જોકે રાત્રે હાલોલ ટાઉન ના કોઈ અધિકારી ઓ રજૂઆત કરવા ગયેલા વીજ ગ્રાહકોને મળ્યા ન હતા તેમ વીજ ગ્રાહકો જણાવી રહ્યા છે.જાણવા મળતી માહિતી મુજબ વર્ષો પહેલા હાલોલ નો વિસ્તાર નાનો હતો. એક બાજુ હાલોલ નો વિકાસ અને આબાદી વધતા પહેલા અંદાજિત ૨૫૦૦૦ જેટલા કનેક્શન હતા હવે ૩૯૦૦૦ જેટલા કનેક્શન થઇ ગયા છે. જેને લઇ વીજ વપરાશ વધ્યો છે. વીજ કંપની ને ફક્ત આવાક જ જોવી છે. સામે ઇન્ફ્રાસ્ટક્ચર તેનું તેજ છે. તેમાં વધારો કરવો જોઈએ કનેક્શન વધતા સ્ટાફ વધારવો જોઈએ થોડાક કર્મચારી ઓ થી કામ ચાલવતા આવેલી ફરિયાદ નો કોઈ જલ્દી નિકાલ થયો નથી. જેવા આક્ષેપો વીજ ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે ફોન લગતા નથી લાઈટ બંધ છે. તેવી ફરિયાદ કરવા પણ પાંચ થી છ કિલોમીટર દૂર જાઉં પડે છે.વીજ ગ્રાહકોની માંગ છે. ગ્રાહકોની વીજ પુરવઠો ને લઈને કોઈ પણ ફરિયાદ હોય તો તે ફરિયાદ ની ઓફીસ હાલોલ ખાતે હોય તેવી વીજ ગ્રાહકોમાં માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!