KALOL(Panchamahal)PANCHMAHAL

દારૂના કટીંગ સમયે SMC દ્વારા ચાંચપુર ગામમાં વિપુલ પટેલના ફાર્મહાઉસમાં રેડ કરી 1.45 કરોડ નો પ્રોહી મુદામાલ કબજે કર્યો.

 

તારીખ ૦૩/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર રાજ્યમાં દારૂબંધી અને જુગારની પ્રવૃતિ નાબૂદ કરવા માટે એસએમસી કાર્યરત છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ચાચપુર ગામે આવેલા વિપુલ પટેલના ફાર્મહાઉસમાં એસએમસી ના પીએસઆઇ એસ.વી.ગલચર અને ટીમ દ્વારા રેડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર સહિત બે ને પકડી પાડી દારૂ ની બોટલો નંગ ૫૨,૮૪૦/ જેની કિંમત ₹ :- ૧,૦૧,૯૮,૧૨૦/- તથા વાહનો :- ૪ જેની કિંમત ₹ :- ૪૨,૫૦,૦૦૦/-મોબાઇલ ૦૪ જેની કિંમત ₹:-૨૦,૦૦૦/-રોકડ જપ્ત ₹ – ૫૨૦૦/- મળીને કુલ મુદ્દામાલ ₹ :- ૧,૪૪,૭૩,૩૨૦/ સાથે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક અને લલીલતકુમાર ભરતભાઇ પરમાર ને ઝડપી જ્યારે 13 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!