આઈ.સી.ડી.એસ ટીંબાગામ સેજા ની કાર્યકર બેનો દ્વારા “પોષણ માસ-2025 નુ વાનગી સ્પર્ધાનુ સુંદર આયોજન.
તારીખ ૧૭/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા તાલુકા ના ટીંબાગામ ખાતે ગ્રામપંચાયતના હૉલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિતે સરકાર ની વિવિધલક્ષી યોજનાઓ અંતર્ગત આઈ.સી.ડી.એસ, ટીંબાગામ સેજા ની કાર્યકર બેનો દ્વારા “પોષણ માસ -2025 નુ વાનગી સ્પર્ધાનુ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ફળો,શાકભાજી,THR,મિલેટ, ધાન્ય માંથી બનાવેલ વાનગી ઓ માંથી પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબર કાર્યક્રમ માં પધારેલ મહેમાનો ધ્વારા જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અમિતભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ગૌરાંગભાઈ પટેલ, સરપંચ, ડે.સરપંચ રોહિતભાઈ ડેરોલા ગ્રામ પંચાયત સભ્યો, રાકેશભાઈ મકવાણા,ભગવાનસિહ,રમેશભાઈ પરમાર, આશાવર્કર બેનો,બાળકો, કિશોરી ઓ,મહિલાઓ ખુબ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા જ્યાં સુંદર રંગોળી સાથે સંકલ્પ લઈ તેમજ મહેમાનો દ્વારા સુંદર વક્તવ્ય આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.તે બદલ સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.