KALOL(Panchamahal)PANCHMAHAL

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ ટીંબાગામ નું શ્રેષ્ઠ પ્રદર્શન.

 

તારીખ ૨૫/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ દ્વારા રાજ્ય કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નોલેજ સ્કૂલ બાકરોલ આણંદ ખાતે યોજાયું જેમાં ઝોન કક્ષાએ જે કૃતિ વિજેતા થઈ હતી એમાંથી દરેક વિભાગમાંથી બે બે કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ટીંબા ગામ પ્રાથમિક શાળા માંથી વિભાગ પાંચમાં કેમિકલ મુક્ત સ્વસ્થ જીવન કૃતિ બાળવૈજ્ઞાનિક હેમાંગી બારીયા તેમજ ક્રિષ્ના ધોરણ 7 ના અને માર્ગદર્શક શિક્ષક તરીકે રઘુભાઈ ભરવાડ દ્વારા કૃતિ મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનમાં આણંદ ખાતે જીસીઆરટી વિજ્ઞાન સલાહકાર વિજયભાઈ સર, પંચમહાલ જિલ્લા પૂર્વ ડીપીઈઓ આર. આર. પટેલ સર, પંચમહાલ ડાયટ પ્રાચાર્ય ગઢવી સર, પંચમહાલ ડાયટ સીનીયર લેક્ચર ઉમેશભાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત લઇ શુભકામના પાઠવી હતી સાથે શાળા પરીવાર દ્રારા તમામ ને શુભકામના પાઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!