વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં જવતાળા ગામ ખાતે 52 વર્ષીય આધેડ સવારનાં અરસામાં ગાયને શોધવા માટે ગયો હતો.જોકે ગાય શોધવા ગયેલ 52 વર્ષીય આધેડ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.ત્યારે દીપડાના હુમલામાં આધેડને માથા અને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.હાલમાં આ આધેડને ગંભીર ઇજાઓ પોહચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ખૂંખાર દીપડા દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવતા સ્થાનિકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલમાં દક્ષિણ વન વિભાગનાં એ.સી.એફ આઈ.એફ.એસ.સુરેશ મીના તથા ગલકુંડ રેંજના આર.એફ.ઓ.બી.ઓ.પરમાર દ્વારા ઇજાગ્રસ્ત આધેડને મળી તેઓને સહાયની હૈયાધરપત આપી આ ખુંખાર દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે..
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.