શ્રી ભગીની સેવા મંડળની માનવતા,મધવાસ ખાતે આવેલ જય નારાયણ હોસ્પિટલમાં દર્દીઓને ધાબડા વિતરણ કરાયા.

તારીખ ૧૩/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સમાજ સેવાના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રી ભગીની સેવા મંડળ કાલોલ દ્વારા મધવાસ ગામ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનોને ધાબડા (કંબલ) વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ઠંડીના સમયમાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને રાહત મળે તે હેતુથી યોજાયેલા આ સેવા કાર્યમાં મંડળના પ્રમુખ અંજુબેન મહેતા, મંત્રી દિપ્તીબેન પરીખ સહિતની હોદ્દેદાર બહેનોએ નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડી હતી.જ્યાં જય નારાયણ હોસ્પિટલના ડૉ. સુનીલભાઈ પરમારે શ્રી ભગીની સેવા મંડળના આ માનવતાભર્યા પ્રયાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, “આવા સેવા કાર્યો સમાજ માટે પ્રેરણાદાયી છે અને અન્ય સંસ્થાઓને પણ સેવાની પ્રેરણા આપે છે ત્યારે આ પ્રસંગે હોસ્પિટલનો સ્ટાફ તથા ભગીની સેવા મંડળની બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.









