KALOL(Panchamahal)PANCHMAHAL

બાર ટન માસની ટેમ્પામા હેરફેર ના આરોપીઓને કાલોલ કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો.

 

તારીખ ૦૪/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગત તા ૦૯/૧૧/૨૦૧૩ ના રોજવેજલપુર પોલીસ દ્વારા ગોધરાથી ગેરકાયદેસર રીતે મોટા પશુઓની કતલ કરી પોતાના ફાયદા માટે બાર ટન જેટલા માસનો જથ્થો આઇશર ટેમ્પો મા ભરીને પૂરઝડપે આવી રેલીંગ તોડી ટ્રેલર ને અથડાવી માસ નુ પરિવહન કરતા ઝડપાયુ હતુ જેમા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી જેમા યામીન ઘાંચી (એબેટ) સુલેમાન ઈશાક હસન રે. ગોધરા અને મુસ્તુફા ગફુરભાઈ મન્સુર રે અમદાવાદ કે જેઓ ટેમ્પા સાથે પકડાયેલ તેઓ સામે પશુ સંરક્ષણ અધિનિયમ અને મોટર વ્હીકલ એક્ટ તથા ભારતીય દંડ સંહિતા ની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી જેનો કેસ કાલોલ ના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ પી. આર પટેલ હાજર રહી દલીલો કરી હતી. ફરિયાદ પક્ષે ગુનાની તપાસમા ખુબ ત્રુટી દાખવી હોવાના અવલોકન સાથે કોર્ટે નોધ્યું છે કે ફરિયાદમાં બન્ને પંચો હોસ્ટાઇલ થયા હતા. આરોપીઓની ઓળખ પરેડ નુ કોઇ પંચનામુ કરવામાં આવ્યું નથી.તપાસ કરનાર અમલદારે કોઇ સ્વતંત્ર સાહેદો ના નિવેદન લીધા નથી. ઉલટ તપાસમાં ટેમ્પા ના ચાલકનું નામ જણાવેલ નહી હોવાનુ તેમજ ક્યા વાહન મા બેસી ગયા હતા તે નિવેદનમાં જણાવેલ નથી તે હકીકત સ્વીકારી છે. ટેમ્પા ના માલિકી હક્ક અંગેનો કોઇ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. તેથી ફરીયાદ પક્ષ મૌખિક અને દસ્તાવેજી પુરાવા દ્વારા આરોપીઓ વિરુદ્ધ નો ગુનો નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોઈ કાલોલના ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા સીઆરપીસી કલમ ૨૪૮(૧) મુજબ આરોપીઓ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.

Back to top button
error: Content is protected !!