KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની પ્રશંસનીય કામગીરી.વૃધ્ધ પેન્શનર સાથે ૪૯.૪૯ લાખનો સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો.

 

તારીખ ૧૪/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તરફથી સમન્વય પોર્ટલ પર આવતા મૂલ એકાઉન્ટ વેરીફાઈ કરી સાયબર ફ્રોડ સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ સાયબર ફ્રોડ નાં ગુન્હાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે માર્ગદર્શન તથા સુચના આધારે કાલોલ પો.સ્ટે સમન્વય પોર્ટલ મૂલ એકાઉન્ટ એક્નોલેજમેન્ટ નં.22708250029006 થી એક મૂલ એકાઉન્ટ મળી આવેલ હોય જેથી કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.કાતરીયા તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ અલગ અલગ ટીમો બનાવી માહિતી મેળવેલ કે સદર મૂલ એકાઉન્ટ માં ફ્રોડ નાં પૈસા નંખાવી મૂલ એકાઉન્ટ ધારક પાસેથી રોકડ તેમજ આંગડીયા થી મેળવી સદર ફ્રોડ ની લિંક ચલાવનાર આરોપીઓ મહેસાણા જીલ્લા નાં વિસનગર તાલુકા નાં હોય જે આધારે વિસનગર ખાતે જઈ આરોપીઓ ની તપાસ કરતા આ કામ નાં આરોપીઓ મયુરકુમાર ગુણવંતલાલ જાતે પ્રજાપતિ ઉ.વ.૨૮ રહે- બી-૩૫ મધુરમ ઈશ્વરનગર-૦૨ થાલોટા રોડ વિસનગર જીલ્લા મહેસાણા તથા જય મહેન્દ્રભાઈ રાવળ રહે.મલેકપુર તાલુકા વડનગર જીલ્લા મહેસાણા તથા ચંદન ઠાકોર રહે.મલેકપુર તાલુકા વડનગર જીલ્લા મહેસાણા નાઓ એ ફ્રોડ નાં પૈસા લીધેલ હોય જેથી આ કામ નાં આરોપી મયુરકુમાર ગુણવંતલાલ પ્રજાપતિ હાજર મળી આવતા તેઓ ને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી અલવર જીલ્લા નાં સાયબર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૭/૨૫ બી.એન.એસ.કલમ ૩૧૮(૪),૩૧૬(૨) તથા આઈ.ટી.એકટ ૨૦૦૮ની કલમ ૬૬ (ડી)નો સાયબર ફ્રોડ નો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપી રાજસ્થાન રાજ્યના અલવર સાયબર ક્રાઈમ પોલીસ ને સુપ્રત કરેલ છે. જ્યારે ઉપરોક્ત બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આમ કાલોલ પોલીસે રાજસ્થાન જીલ્લાના વૃધ્ધ પેન્શનર સાથે રૂપિયા ૪૯,૪૯,૨૩૦ લાખની છેતરપિંડી કરી સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડી વણશોધાયેલ ગુન્હો ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરી છે.

Back to top button
error: Content is protected !!