KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નગરમાં ભાજપની જંગી રેલી સાથે સાંસદની ઉપસ્થિતિમાં ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી.

 

તારીખ ૧૧/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત સાથે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ચહલપહલ તેજ બની છે ત્યારે ફોર્મ ભરવાના અંતીમ દિવસે કાલોલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો સાથે કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે જેના કારણે ચૂંટણી માહોલ સાથે તાલુકા રાજકારણમાં હવે સીધી ટક્કરના દ્શ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે આજરોજ કાલોલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભાજપ તરફથી પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવની પ્રેરક ઉપસ્થિતિ સાથે જીલ્લા ભાજપ મંડળના પ્રમુખ મયંકકુમાર દેસાઈ (લાલાભાઇ), જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉમેદવાર તરફથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભવ્ય રેલી સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોનાં કાર્યકરો અને સમર્થકોની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમાંમ ઉમેદવારોની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા પહેલાં વિધિવત પુજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં જિલ્લા પંચાયતની તમામ પાંચ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો જીતાડવાનો સંકલ્પ સાથે બન્ને રાષ્ટ્રીય પક્ષના કાર્યકરોની અને અપક્ષ ઉમેદવારનાં સમર્થકોની ભારે ભીડને પગલે કાલોલ તાલુકામાં રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો અને ઉત્તેજના જોવા મળી રહી છે અને આ સાથે ચૂંટણી પૂર્વે આવી રાજકીય હલચલ વચ્ચે કાલોલ તાલુકાના રાજકારણમાં હવે સીધી ટક્કરના દ્શ્યો સર્જાઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!