KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની સીબી ગર્લ્સ હાઇસ્કુલે એ ગ્રેડ સાથે શાળા સંચાલનમાં ૧૦૦% ગુણ મેળવી કેળવણી પ્રચારક મંડળનું ગૌરવ વધાર્યું

 

તારીખ ૨૮/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડિએશન કાઉન્સિલ દ્વારા ગુણોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ની સી બી ગર્લ્સ હાઇસ્કુલને ૧૦૦૦ માથી ૯૧૫ ગુણ મળ્યા છે શાળા નુ પરીણામ ૯૧.૫૫ % જયારે શાળા ને ગ્રેડ A+ મળ્યો છે. અધ્યયન અને અધ્યાપન મા , શાળા વ્યવસ્થાપનમાં, સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમજ સંસાધનો અને તેના ઉપયોગમાં પણ શાળાએ ઉત્તમ પરિણામ મેળવેલ છે શાળા સંચાલનમાં ૫૦ માંથી ૫૦ ગુણ મળ્યા છે જયારે શાળા સલામતી માં ૧૦૦ માથી ૯૦ ગુણ મળ્યા છે. પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષામાં ૧૦૦ ટકા ગુણ મળ્યા છે ટેકનોલોજી ના ઉપયોગમાં અને યોગ, વ્યાયામ, રમત ગમત મા પણ ૧૦૦ ટકા ગુણ મળ્યા છે જેથી સમગ્ર જિલ્લામાં એક ઉત્તકૃષ્ટ પરિણામ મેળવી સી બી ગર્લ્સ હાઇસ્કુલે કાલોલ અને કાલોલ કેળવણી પ્રચારક મંડળ નું ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!