HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી કરાઈ,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૩.૨૦૨૫

હાલોલ નગરમાં સિંધી સમાજ દ્વારા આજે રવિવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરવામાં આવી હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ સહિત યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!