હાલોલ-એમ.એન્ડ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૬.૨૦૨૪
પ્રતિ વર્ષે 26મી જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગ રૂપે આજે બુધવાર ના રોજ હાલોલ ના ગોધરા રોડ સ્થિત એમ.એન્ડ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ ગાંધીનગર, જીલ્લા બાળ સુરક્ષા ગોધરા ના સંયુક્ત ઉપક્રમે નશા મુક્ત ભારત અભિયાનના સૂત્ર હેઠળ સેમિનાર યોજાયો હતો.આ પ્રસંગે પંચમહાલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પુષ્પેન્દ્ર સિંહ સોલંકી, વી એમ ગુજરાતી માધ્યમના પ્રિન્સીપાલ મૃગેન્દ્રસિંહ સોલંકી, ડો વિજયભાઈ,લીગલ એઇડના વકીલ જીજ્ઞા આર.ત્રિવેદી તથા હાલોલ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના કલાર્ક દિનેશ પારગી, આમંત્રીત મહેમાનો તેમજ મહાનુભાવો સહીત શાળાના ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નો શુભારંભ દીપપ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બુકે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વિષય અનુરૂપ એડવોકેટ જીજ્ઞા આર.ત્રિવેદી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું હતું.તેઓ દ્વારા આપવામાં આવેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુખ્યત્વે ડ્રગ્સ,તમાકુ,દારૂ સહિતના નશાકારક જેવા માદક દ્રવ્ય ના સેવનથી યુવાધન ગંભીર બીમારીનો શિકાર થઈ રહ્યું છે. અને કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યો છે જેને કારણે અનેક યુવાનોના મૃત્યુ પણ થાય છે તે દૂષણ ડામવા તથા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે આજના આ દિવસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.