કાલોલ નગરમાં વારંવાર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં ભારે હાલાકી ભોગવવી રહેલા વાહન ચાલકો સાથે નગરજનો.!!

તારીખ ૦૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં વારંવાર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં છેલ્લા કેટલાય દિવસોથી વાહન ચાલકો રાહદારીઓ અને નગરજનો આ ટ્રાફિકથી અસહ્ય ત્રાસ અનુભવી રહ્યા છે વડોદરા થી નીકળનાર વાહન ચાલક કાલોલ આવીને ટ્રાફિકમાં ફસાઈ પોતાનો કિંમતી સમય આ ટ્રાફિકમાં વેડફી નાખે છે આ જ રીતે દાહોદ કે ગોધરા થી આવનાર વાહન ચાલક કાલોલ આવી ટ્રાફિકમાં અટવાઈ જાય છે જેના કારણે આ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે લાંબી લાંબી વાહનોની કતારો એક બે કિલોમીટર સુધી જોવા મળે છે જેમાં વાહન ચાલકો પોતાનું કીમતી પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ પણ વધી જવા પામે છે ત્યારે ટ્રાફિકમાં અટવાયા બાદ વાહન ચાલકોએ પોતાનું વાહન ચાલુ જ રાખવું પડે છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલ નું નુકસાન વાહન ચાલકોએ વેઠવું પડે છે ત્યારે સમયસર સ્થાને પહોંચવામાં પણ વિલંબ અને આર્થિક નુકસાન થી વાહન ચાલકો ખૂબ જ પરેશાન છે.આ ટ્રાફિક જામને કારણે નાના-મોટા અકસ્માતો વારંવાર બનતા હોય છે જેના કારણે નાગરિકો રાહદારીઓને પણ આ અકસ્માતનો ભોગ બનવું પડે છે.કાલોલ હાઇવે પર આવેલી ટ્રાફિક પોલીસ આ ટ્રાફિક સમસ્યાને જલ્દીથી હળવી બનાવે અને ટ્રાફિકજામ ન થાય તે માટે જરૂરી નિયમોને આધીન ટ્રાફિક ક્લિયર કરાવે તેવી વાહન ચાલકોની ઉગ્ર માંગ છે આ ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ વગેરે ઈમરજન્સીને હોસ્પિટલો અને આગના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે આ ટ્રાફિકની સમસ્યા જલ્દીથી હળવી થાય તેવી વાહન ચાલકોની માંગ છે







