PANCHMAHALSHEHERA
ગોવા ખાતે આયોજીત એવોર્ડ કાર્યક્રમમાં શહેરાના મંજીત વિશ્વકર્માને સેફ ઈન્ડિયા હિરો પ્લસ એવોર્ડથી સન્માનિત કરાયા
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થા ના ચીફ કોર્ડીનેટર મંજીત વિશ્વકર્માને ગોવા સરકાર અને કિન્ગસ એક્ષ્પો મિડીયા દ્વારા આયોજીત કાર્યક્રમમાં સેફ ઈન્ડીયા હિરો પ્લસ એવોર્ડ-2025 આપવામા આવ્યો છે. પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે રહેતા મંજીત વિશ્વકર્માને સન્માનિત કરવામાં આવ્યા છે. ગોવા ખાતે ગ્રાન્ટ હયાત હોટલ ખાતે કાર્યક્રમ ગોવા સરકાર અને કિન્ગસ એક્ષ્પો મિડીયા દ્વારા આયોજીત કરવામા આવ્યો હતો. ગોવાના ફાયર ઈમરજન્સી સર્વિસના ડાયરેક્ટર નીતીન વી રાયકર ના હસ્તે આ આ એવોર્ડ ‘આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમા અધિકારી મહેમાનો ઉપસ્થિત રહ્યા તેમા પદ્મજા ચૌહાણ એડીશનલ ડાયકરેટર જનરલ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્ય ના ફાયર ઇમરજન્સી સર્વિસના ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંજીત વિશ્વકર્માએ સમગ્ર પંચમહાલ જીલ્લાનુ ગૌરવ વધાર્યુ છે.