PANCHMAHALSHEHERA

પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતનો સંદેશ:શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને કાર્યકરોએ ઇ-રીક્ષા સવારી કરી ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાકાર કર્યું

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચતનો અનોખો અને મહત્વપૂર્ણ સંદેશ આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. શહેરા તાલુકાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ અને ભાજપના અગ્રણી કાર્યકર્તાઓએ સાથે મળીને દેશમાં જ બનેલી ઇલેક્ટ્રિક રીક્ષા (ઇ-રીક્ષા) દ્વારા સવારી કરી હતી. આ સવારી શહેરા તાલુકાના ચાંદલગઢથી શરૂ થઈને શહેરા સુધી અને ત્યાંથી આગળ પંચામૃત ડેરી સુધી પહોંચી હતી. આ નવતર પ્રયોગ દ્વારા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ જનતા સમક્ષ પર્યાવરણની જાળવણી માટે ગ્રીન એનર્જી અપનાવવાનો મજબૂત આગ્રહ રાખ્યો હતો.

 

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની સાથે પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી જીગ્નેશ પાઠક, તાલુકા બીજેપી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગનભાઇ પટેલીયા તેમજ બીજેપી અગ્રણી વિક્રમસિંહ અભેસિંહ પગી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ જોડાયા હતા. તમામ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ બચાવવાની અને ફ્યુઅલ (ઈંધણ) બચત કરવાની દેશવ્યાપી અપીલને માન આપીને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કર્યો હતો.

 

આ ઇ-રીક્ષા સવારી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રધાનમંત્રીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પ્રમોટ કરવાનો તેમજ પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમના અંતે આગેવાનોએ સામાન્ય જનતાને પણ પોતાના રોજિંદા જીવનમાં ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને પ્રકૃતિના રક્ષણમાં પોતાનું યોગદાન આપવા માટે ખાસ અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!