KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના એક ગામની યુવતીને બીભત્સ ઈશારા કરી છેડતી કરી યુવતીના ભાઈને મુક્કો મારી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે ફરિયાદ

 

તારીખ ૦૧/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એક ગામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા યુવતી પોતાના ભાઈ સાથે વડોદરા ખાતે ટ્યુશન ક્લાસ કરી પરત પોતાના ઘરે એસટી બસમાં બેસીને આવી હતી ત્યારે દેલોલ બસ સ્ટેન્ડ પાસે કેબિન પાસે રાહુલભાઈ ચીમનભાઈ વણકર નામનો ઈસમ યુવતી સામે ટગર ટગર જોયા કરતો હતો અને તેને બીભત્સ કરતો હતો જેથી યુવતીએ પોતાના ભાઈને આ બાબતની વાત કરતા ભાઈએ તું મારી બહેનને કેમ જોયા કરે છે અને ખરાબ ઈસારા કરે છે તેવું કહેતા જ આરોપીએ ફરિયાદી ના ભાઈ ને ગાળ બોલીને મોઢા ઉપર મુક્કો મારી દીધેલો અને હવે પછી મારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મોટરસાયકલ ઉપર બેસીને જતો રહ્યો હતો જે બાબતની ફરિયાદ યુવતી દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!