KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકોનું વિતરણ.

 

તારીખ ૨૩/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, બેંક ઓફ બરોડા મેનેજર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના લોન ઓફિસરની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જ્યાં આ યોજના હેઠળ, નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓને લોન આપવામાં આવે છે, જેથી તેઓ તેમના વ્યવસાયને વિકસાવી શકે.આ યોજના હેઠળ, કુલ 205 અરજીઓ આવી હતી જેમાં 32 અરજીઓ 50,000 રૂપિયાની લોન માટે કરવામાં આવી હતી, જ્યારે 85 અરજીઓ 25,000 રૂપિયાની લોન માટે કરવામાં આવી હતી. આ ઉપરાંત 15,000 રૂપિયાની લોન માટે 68 અરજીઓ કરવામાં આવી હતી.આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર બનાવવાનો છે ત્યારે જે લઈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન બાબતે બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા લાભાર્થીઓને લોનની પ્રક્રિયા, લોનની રકમ, વ્યાજ દર અને ચુકવણીની શરતો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું જ્યાં નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી એ જણાવ્યું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન આપવા માટે નગરપાલિકા દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે. તેમણે લાભાર્થીઓને અપીલ કરી કે, તેઓ આ યોજનાનો લાભ લઈને પોતાના વ્યવસાયને વિકસાવે અને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 37;

Back to top button
error: Content is protected !!