KALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા રેંજ આઈજી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ.એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર

તારીખ ૨૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પોલીસ મહા નિરીક્ષક પંચમહાલ રાજેન્દ્ર અસારી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનુ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતુ જેમા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને હાલોલ વિભાગ ના નાયબ પોલિસ અધિક્ષક વી જે રાઠોડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રેન્જ આઇજી ને કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર. ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ અને પરેડ કરવામા આવી. આ કાર્યક્રમ મા પીએસઆઈ સી બી બરંડા અને પીએસઆઈ એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.પરેડ નુ રેન્જ આઇજી આર વી અસારી દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. રેન્જ આઇજી દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.જ્યારે આ સમય દરમિયાન રેન્જ આઇજી આર.વી.અસારી સહિત જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિત વચ્ચે કાલોલ અને વેજલપુર પોલીસ વિભાગમા ફરજ બજાવતા બે કર્મચારી ચંદનસિંહ પરમાર કાલોલ અને હિમાંશુભાઇ ચૌહાણ વેજલપુર નેં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકેની જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં હસ્તે બઢતી આપવામાં આવતા આ બન્ને પોલીસ કર્મચારીઓને કાલોલ પંથકના સામાજીક તેમજ રાજકીય આગેવાનો અને પ્રત્રકારો તથા પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી તેઓને શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!