KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ગોમા નદીમાં ભારે પૂર આવતાં નગરનાં ત્રણ કોઝવે પાણીમાં ગરકાવ સાથે નદીના કિનારે એકથી થયેલ ભયંકર ગંદકી સાફ

 

તારીખ ૨૫/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકામાં મેઘરાજાની મહેર વચ્ચે મેધરાજા મન મૂકીને વરસતા જે શુક્રવારે આકાશમાંથી ચડીને આવેલા ઘનઘોર વાદળો અનાધાર વરસી પડયા હતાં અને જોતજોતામાં બે કલાકમાં સવા બે ઇંચ ઇંચ વરસાદ વરસી જતા શહેરના રોડ રસ્તાઓ પર પણ પાણી દોડવા લાગ્યા હતાં અને ભારે ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. સતત બે દિવસ અને આજના વરસાદથી નદી-નાળાઓ પણ વહેવા લાગયા હતાં ત્યારે કાલોલ ગોમા નદી બે કાંઠે વહેતી થતા નદીના કિનારે એકઠી થયેલી ભયંકર ગંદકી ધોવાઇ ગઇ હતી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસી જતાં કાલોલ શહેરમાંથી પસાર થતી ગોમા નદીમાં ભારે પૂર આવતાં નદી પરના ત્રણ કોઝવે પૈકી દોલતપુરા ગામને જોડતો કોઝવે પુલ,નુરાની કબ્રસ્તાન તરફ જવાનો અને ગોળીબાર તરફ જવાનો કોઝવે પુલ પાણી માં ગરકાવ જોવા મળ્યા હતાં.જેમાં કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ વોર્ડ નંબર સાત ના ગોળીબાર અને દોલતપુરા ગામનો કોઝવે બ્રીજ પાણીમાં ગરકાવ થઇ જતાં કાલોલ અને ગોળીબાર તથા દોલતપુરા વચ્ચેનો ઓછા અંતર નો વાહન વ્યવહાર ખોરવાઈ જતાં સમસ્ત જનજીવન પ્રભાવિત થયું હતું.

Back to top button
error: Content is protected !!