કાલોલ APMC માં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની સોમવારે ચુંટણી.જુના જોગીઓ નુ મેન્ડેટ આવશે કે પરીવર્તન થશે?
તારીખ ૦૭/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની એપીએમસીમાં સોમવારે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાવાની છે.૧૮ સભ્યો ધરાવતી કાલોલ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ દ્વારા કોના નામનુ મેંડેટ આવે તેના પર સૌ ની નજર છે. વર્ષો થી ચાલતી પરંપરા મુજબ નિયમો નેવે મૂકીને ભાજપ પાર્ટી જુના જોગીઓ પર પસંદગી ઉતારશે કે પછી નવા કાર્યકરોને તક આપશે કે નો રીપિટ થીયેરી આવશે તો જૂના જોગીઓના પત્તા સાફ થઇ જવાની શક્યતા નકારી શકાય નહીં. અને જો અને તો વચ્ચે કઈક નવાજૂની ના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.કાલોલ સંગઠન અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સાંસદ પણ કાલોલ તાલુકાના રહીશ હોવાના કારણે ખુબ જ રસાકસી જામવાની શક્યતાઓ છે.મળતી માહીતી મુજબ પાંચ થી છ જેટલા દાવેદારો હાલમાં પોત પોતાના ગોડ ફાધરો ના શરણે જઈ પોતાની લોબી મજબૂત કરી રહ્યા છે.ત્યારે સોમવારે યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં કોના નામના મેન્ડેટ ખૂલે છે એતો સોમવારે જાહેર થઈ જશે પરંતું હાલ દાવેદારોમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.