KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પ્રીમિયર લીગની ક્રિકેટ ફાઈનલ મેચમાં કિંગ ઇલેવન ટીમ સામે ફાઇટર ઇલેવન ટીમનું રોમાંચક વિજય.

 

તારીખ ૨૮/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અને યુવાનોને ક્રિકેટ જેવી રમતોમાં આગળ લાવવાના ઉમદા હેતુ સાથે કાલોલ નગરના ગોમા નદીના કિનારે આવેલું આશીક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાલોલ પ્રીમિયર લીગ સીજન 3 આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આંઠ જેટલી ક્રિકેટ ટીમો બનાવી ઓકશન આધારિત ફોર્મેટ પર ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક ટીમે 6-6 મેચો રમી હતી જ્યાં છેલ્લીઘડીએ ફાઇટર ઇલેવન અને કિંગ ઇલેવન ટીમ આ બન્ને ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.જેમાં બન્ને ક્રિકેટ ટિમ વચ્ચે 8-8- ઓવરની ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં કિંગ ઇલેવન ટીમે પ્રથમ બેટિંગમાં ઉતરી 8 ઓવરમાં 77 રન બનાવ્યા હતા જેના જવાબમાં 77 રનનો લક્ષ ભેદવા મેદાનમાં ઉતરેલી ફાઇટર ઇલેવન ક્રિકેટ ટીમ છેલ્લી રોમાંચક ઓવરના છેલ્લા ત્રણ બોલ બાકી રાખી 78 રનનો લક્ષ હાંસલ કરી વિજય મેળવ્યો હતો.મેચ પુરી થયા બાદ ફાઇટર ઇલેવન ટીમના વિનર કેપ્ટન કલીમ શેખ (બાપુ)ને ટ્રોફી અને રનર અપ રહેલ કિંગ ઇલેવન ટીમના કેપ્ટન અતાઉલ વાઘેલા ને ટ્રોફી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ,પાલિકાના સભ્યો યુવરાજસિંહ રાઠોડ, હનીફભાઇ મન્સૂરી,અમીરુદ્દીન શેખ, રજ્જાકભાઇ બેલીમ હસ્તે આપવામાં આવી હતી જ્યારે બંન્ને ટીમોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્લેયરો નૂર ઝેરોક્ષ એન્ડ ઓનલાઈન વર્ક તરફથી આપવામાં આવી હતી અને ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર અકબર ઉડવાણીયા ને પાલીકાના શાસક પક્ષના નેતા હરિકૃષ્ણભાઇ પટેલના હસ્તે ટ્રોફી આપી જ્યારે મેન ઓફ ધી સીરીઝ મોઇન પઠાણ ને એમ સ્પોર્ટ્સ તરફથી મૌલિક રોય દ્વારા ટી શર્ટ આપી તેઓનું સન્માન કરી તેઓનો જુસ્સો વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!