
સમીર પટેલ, ભરૂચ
અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં દરમિયાન અ.હે.કો. જગદિશસિંહ રણજિતસિંહ તથા અ.પો.કો. નિલેશસિંહ ભાણાભાઇએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર એક અગ્યારેક વર્ષની બાળકીને સુનમુન અવસ્થામાં બેસેલી જોઇ તેની પાસે જઈ તેની પુછપરછ કરતા તે બાળકી તેના ઘરેથી નીકળી ગયેલાનું જણાઇ આવતા તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પ્રેમપુર્વક સમજાવી તેના રહેઠાણ બાબતે પુછ્તા બાળકીએ પોતાના વતન વિશે જે કાઇ પણ અધુરી વિગત આપેલ હતી તેના આધારે બાળકી ખેડા જિલ્લાની વતની હોવાનું જણાઇ આવેલ. જેથી તેના વતનમાં આવેલ વિવિધ સ્થળોની અધુરી વિગતોની કડી મેળવી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા ખાતે રહેતી હોય તેના પરિવારજનોનો સંપર્ક શોધી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાળકીને તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.




