ગોધરા તાલુકાના જીતપુરા ઞામે ત્રણ આંગણવાડી નાં બાળકોને સેવા ગૃપ દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે એક સુંદર અને અર્થપૂર્ણ કાર્યક્રમ યોજાયો જેમાં આંગણવાડી કેન્દ્રો 1, 2 અને 3 ના કુલ 50 થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ (નોટબુક, પેન, પેન્સિલ, સ્લેટ અને રબર , લંચબોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, મજબૂત સ્કૂલ બેગ જેવી આવશ્યક સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું. જેનાથી બાળકોના શૈક્ષણિક વિકાસમાં મદદ મળશે. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું જેમાં બાળકો, શિક્ષકો અને ગામના વડીલોએ મળીને વિવિધ પ્રકારના વૃક્ષો રોપ્યા. આ અભિયાનનો ઉદ્દેશ પર્યાવરણ જાળવવાનો અને બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાવવાનો હતો.
આ સમગ્ર આયોજન સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું સેવા ગ્રુપ એ સનફાર્મા (હાલોલ પ્લાન્ટ)માં કામ કરતા કાલોલના મયંક દરજી સહિતના મિત્રોનું ગ્રુપ છે. સંસ્થા શિક્ષણ ક્ષેત્રની સાથે જરૂરીયાત મંદોને મદદ અને સામાજીક સેવા સાથે જોડાયેલી છે સેવા ગૃપનું ફોક્સ: શિક્ષણને વેગ આપવા બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરીયાત મંદોને મદદ કરવી.વૃક્ષારોપણ અને અબોલા જીવની સેવા કરવી… જેમણે આ સુંદર પહેલને સાકાર બનાવી. એકસાથે શીખીએ, એકસાથે ઉગીએ, એકસાથે વિકાસ કરીએ.






