
ડૉ. સી.જે. ચાવડાના જન્મદિને વિજાપુરમાં મહા રક્તદાન કેમ્પ, રક્તતુલા કાર્યક્રમ આકર્ષણ બન્યો
155 જેટલી બોટલો થી ધારાસભ્ય સીજે ચાવાડાની રક્ત તુલા કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડ્રીમ ફાઉન્ડેશન તથા સર પ્રતાપ ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા ના ૬૮મા જન્મદિન નિમિત્તે મહા રક્તદાન કેમ્પ અને અનોખો રક્તતુલા કાર્યક્રમ યોજાયો હતો.આ આનંદપુરા ચોકડી નજીક જૈન ઉપાશ્રય ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે કુલ 155 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એકત્રિત થયેલ રક્ત બોટલોના આધારે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાની રક્તતુલા કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું અને ઉપસ્થિત લોકોએ તેની પ્રશંસા કરી હતી.
રક્તદાન કરનાર દરેક દાતાને પ્રોત્સાહનરૂપે ૨૦ લિટર ઠંડા પાણીના જગની આકર્ષક ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત, રક્તદાતાઓને એક મહિના સુધી બ્લડ રિપોર્ટ ૩૫ ટકા રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ઉમા પેથોલોજી લેબ અને ઉમિયા પેથોલોજી લેબ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




