ધીરધાર કરનાર ઈસમે કરેલ ચેક રિટર્ન ના કેસમાં પતી પત્ની ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હાલોલ કોર્ટે નો આદેશ.

તારીખ ૨૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગેરકાયદેસર ધિરાણ સમયે લીધેલ આરોપીનો ચેક પરત નહી આપી રકમ ભરી રિટર્ન કરાવી પતી પત્ની સામે ખોટી ફરિયાદ નો મામલો
હાલોલ કાછિયાવાડ મા રહેતા પ્રીતેશભાઈ જી કાછીયા દ્વારા હાલોલ તાલુકાના ગેટ મુવાડા ગામે રહેતા રમીઝભાઈ મુખ્તિયારભાઈ મલેક અને તેમના પત્ની સહેદાબીબી રમીઝભાઈ મલેક સામે રૂ 4.50 લાખના ચેક રિટર્ન ની ફરિયાદ કરી હતી જેમા હાલોલની એડી ચીફ જયુ કોર્ટે બન્ને ને નિર્દોષ ઠેરવ્યા છે અને ફરીયાદી ગેરકાયદેસર રીતે વ્યાજે નાણા ધીરધારનો ધંધો કરતા હોય આરોપીએ અગાઉ લીધેલા રૂ 35,000/ પેટે રૂ 1 લાખ વસુલ કર્યા બાદ પણ આરોપીએ આપેલ ચેક પરત માંગતા ખોટા બહાના કાઢી ફરિયાદીએ ચેક પરત નહી કરીને તેમાં રકમ ભરી પતી પત્ની બન્ને સામે રૂ 4.50 લાખ ના ચેક રિટર્નની ખોટી ફરીયાદ કરી હતી. વધુમાં આરોપીની પત્ની સામે પણ કોઈ આધાર વગર ખોટી ફરીયાદ નોંધાવી હોવાનુ બહાર આવ્યુ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ ઓટો પાર્ટસ ની દુકાન ધરાવે છે અને આરોપી રિક્ષા ચાલક અને હાલમાં ઈંડા ની લારી ચલાવે છે પોતાને ત્યાં સામાન લેવા આવતા હોય મિત્રતા થઈ અને રૂ 35 હજાર હાથ ઉછીના આરોપી લઈ ગયા હતા જે પરત આપ્યા બાદ નવેમ્બર 2023 માં રૂ 4.50 લાખ નવો ધંધો શરૂ કરવા આરોપી અને તેની પત્ની એ માંગતા રોકડ અને ટુકડે ટુકડે પૈસા પોતાના મિત્ર આકાશ મારું ની હાજરીમાં ચાર માસમાં પરત કરવાના વાયદે આપ્યા હતા જે પરત કરવા આરોપીએ તેની પત્નીની હાજરીમાં રૂ 4.50 લાખનો ચેક તા ૨૬/૦૪/૨૪ ના રોજ નો પોતાના એચડીએફસી બેંક ના જોઇન્ટ એકાઉન્ટ નો આપેલ જે ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થયા બાદ હાલોલ કોર્ટમાં એન આઈ એક્ટ મુજબ ફરિયાદ કરતા આરોપી પોતાના એડવોકેટ કે ડી મલેક મારફતે હાજર થયા હતા. ફરિયાદીએ આરોપીને નાણાં આપ્યા તે સમયે પોતાના મિત્રની હાજરીમાં આપેલ તેવુ જણાવ્યું છે પણ આ બાબતે કોઈ પુરાવો રજૂ કર્યો નથી.આરોપી નંબર 2 નોકરી કરતા હોવાનું ફરિયાદના હેડ માં ફરિયાદીએ લખેલ છે જ્યારે ફરિયાદની વિગતો મા પોતાની દુકાન નજીકમાં ઈંડાની લારી હોવાથી સંપર્ક થતા ઓળખાણ થઈ હોવાનું જણાવેલ છે જે માની શકાય તેમ નથી.જ્યારે ફરિયાદીએ પોતાની આર્થીક સદ્ધરતા બતાવવા આઈટી રિટર્ન ની નકલ રજૂ કરી હતી પણ ઉલટ તપાસમાં સ્વીકારેલ કે હાલના વ્યવહાર ની રકમ આઇટી રિટર્ન માં દર્શાવી નથી તેથી ફરિયાદીએ આપેલ નાણાં કાળુ નાણું તેથી આવી રકમને કાયદાની અદાલત થી રક્ષણ કે રાહત મળી શકે નહી આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા રજુ કરેલ દલીલો ને ધ્યાને રાખીને આરોપી એ આપેલ ચેક માં ફક્ત એક જ સહી છે અને આરોપીનું જોઇન્ટ એકાઉન્ટ હોય તેવું પણ કથન નથી તેમ છતાં પણ આરોપી તરીકે સહેદાબીબી ને જોડી દેવામાં આવ્યા છે જેથી સહેદાબીબી ઇચ્છે તો ફરિયાદી સામે કાર્યવાહી કરવા સ્વતંત્ર છે તેવુ પણ કોર્ટ દ્વારા અવલોકન કરાયું છે.આરોપીને આપેલ નોટિસ પણ બનાવટી અને ખોટી રજૂ કરી છે. ફરિયાદીએ આરોપીને આપેલ રૂ 35 હજાર ના બદલામાં રૂ 1 લાખ વ્યાજ સાથે પરત મેળવેલા તે રૂ 1 લાખ ક્યાં વ્યવહાર પેટે હતા તેની કોઈ સ્પષ્ટતા ફરિયાદી કરતા નથી તમામ હકીકતોને આધારે હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા રમીઝભાઈ મુખ્તિયારભાઈ મલેક અને તેમના પત્ની સહેદાબીબી રમીઝભાઈ મલેક બન્નેને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 હેઠળના ગુનામાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.







